બુધવાર, 20 જૂન, 2012

લટકાળી ગઝલ

શાયરો જિંદગીની વાત એક શેરમાં જ કહી જાય છે

ખૂશીના ચાકડે તમારી તમન્નાઓને મૌજ કરાવવા
હું મદમસ્ત કમનિય વળાકોવાળી ગઝલ લાવ્યો છું,

શબ્દો કેરા ગાર અને લોહી કેરા પાણીને મિલાવવીને
ઉંમગોમાં રંગ ભરવા રંગીન ગઝલ લાવ્યો છું.

ઉદાસીની સાંજ સુરજની સથવારે ડુસકે ચડે ત્યારે
સામ-એ-અવધની રંગીનિયત ભરી ગઝલ લાવ્યો છું.

હજારો નિરાસાઓની વચ્ચે ડુબતી કસ્તીઓને બચાવવા
જિંદગીના ગીતો ગાતી નાખુદાવાળી ગઝલ લાવ્યો છું.

કરમાયેલા ફૂલોના ચહેરા પર ખૂશ્બૂસબર સ્મિત ભરવા
નવેલી વંસત જેવી લજ્જાશીલ ગઝલ લાવ્યો છું.

જે’આવજો’કહીંને પાછા નથી ફર્યા એ બધા સ્વજનોની
યાદીઓને શબ્દોથી મઢીને ખૂશીઓની ગઝલ લાવ્યો છે.

ગુજરાતની ખમિરવંતી ધરાના કાઠિયાવાડના હાલારથી
ગૌરવવંતી ગુજરાતણ જેવી લટકાળી ગઝલ લાવ્યો છું.
શાયર હો સો ઘાયલ ફના ઉન જીન્દગાની મેં 
વહી કવિતા કહલાતી હે જો અશ્રુ ઉર સે લિખી જાતી હે 
યુ શબ્દો સે રચાતી ગુન  ગુનાતી હે વો 
જો  ખામોશ જિંદગી કો  રંગીનીયો સે ભાર દેતી હે 
વહી કવિતા કહ લાતી  હે 





ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો